Articles

Members Articles

 Articles submitted by community members






Maha Mukt Jaga Bhakt Jayanti.....

  By Shri Ashokbhai Vadher of Blackburn

આજે મહામુક્ત જાગા સ્વામી જયંતિ.........જાગા સ્વામી -સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું કદાચ ઓછું ગવાયેલું......ઓછું સમજાયેલું સુવર્ણ પાત્ર છે......જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ......

મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ ના પટ્ટ શિષ્યો માં થી એક હતા…સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ…..અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું…..આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે- ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન ( ગઢડા) ના પ્રભાવ થી -આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા…..એક વાર કોઈએ કહ્યું કે- આચાર્ય વિહારીલાલ જી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે….આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે- જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ- પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિઓ જોટે બેસાડે તો મહાપુરુષ જેવા બે દીકરા આપવા……આચાર્ય મહારાજ – જાગા ભક્ત ને સમર્થ પુરુષ જાણતા હતા અને એમના મહિમા ની પણ ખબર હતી પણ એમણે એનો કોઈ પ્રત્યુત્તર હકાર માં ન આપ્યો અને કહેવડાવ્યું કે જ્યાં સુધી વડતાલ ના અને ગઢડા ના કોઠારી છે ત્યાં સુધી આ કાર્ય મારા થી થાય એમ નથી…..!

જાગા ભક્ત એકદમ ઉદાસ થઇ ગયા અને સુનમુન થઇ ગયા…….અચાનક- પોતાની નિકટ બેસેલા યજ્ઞપુરુષ દાસ સામે જોઈ બોલ્યા…..” એ કાર્ય તું ન કરે? ” શાસ્ત્રીજી મહારાજ તો સ્થિર થઇ ગયા…એ બોલ્યા….આટલા મોટા કાર્ય માં અમારા જેવા નાના સાધુ ની શું વિસાત? અમારે તો બે પૈસા નું પોસ્ટકાર્ડ કોઠારી જોડે થી લેવું હોય તો રીતસર નું કોઠારી ને કરગરવું પડે…..ત્યારે તો એ પત્તું મળે…અને આ તો સ્વામી-શ્રીજી ની મૂર્તિઓ બેસાડવા ની મહા-વાત…!

જાગા સ્વામી દિવ્યતા માં આવી ગયા…બોલ્યા….” મને વિશ્વાસ છે કે એ તું જ કરી શકે………સ્વયમ સ્વામી અને શ્રીજી તારી મદદ કરશે…….તું આ કરે તો- તારા બધા સંકલ્પ મારે પુરા કરવા…..! તું સંકલ્પ ન કરે તો તારી ખોટ…અને એ સંકલ્પ અમે પુરા ન કરીએ તો અમારી ખોટ….!

અને એ દિવસ- અને આજ નો દિવસ……..બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત ના ગુણાતીત જ્ઞાને નિષ્ઠ થયેલા અને મુક્તરાજ જાગા સ્વામી ના સંકલ્પ થી પૂર્ણ થયેલા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ -પછી ક્યારેય પાછા વળ્યા નથી…અને એમણે જે કાર્યો ઉપાડ્યા એનો ઈતિહાસ સાક્ષી છે……..વડતાલ છોડ્યા ના વરસ માં તો- બોચાસણ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિર માં બેસી ગયા….! અને એપછી તો બીજા ચાર શિખરબદ્ધ મંદિરો માં સ્વયમ શાસ્ત્રીજી મહારાજે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને બેસાડ્યા અને બ્રહ્માંડ માં – આ સર્વોપરી સિધ્ધાંત ગુંજી ઉઠ્યો……! આજે ૯૩૦ થી વધુ વિધવાન સાધુઓ, ૧૧૦૦ થી વધુ મંદિરો અને ૩૦ થી વધુ દેશોમાં- સતસંગ ના ઝંડા…..ફરકે છે……એની પાછળ- આ સત્પુરુષો ના સંકલ્પો…ભીડા ઓ અને અપ્રતિમ સાહસ રહેલા છે……..!

યાદ રાખો- શ્રીજી ની મરજી થી જ આ બધું થાય છે……અને થતું રહેશે….બસ- આ મરજી ને આપણે ઓળખવા ની છે…..જાણવા ની છે અને જીવવા ની છે…..! -------------જય જાગાસ્વામી

જાગાસ્વામી નિ 192 મિ જન્મ જયંતી પ્રશંગે અમારા કોટી કોટી વંદન જય લાલા બાપાની જય હો.....

આદી અનાદિ મહામુક્ત શ્રીજાગા સ્વામી ની જય હો.....


Vadher Vani a Gujarati Booklet

  By Jayantibhai Vadher

Jayantibhai Vadher have put together a Gujarati booklet full of information for Vadher Brothers. It still needs some amendments and translation in English. It is still a work in progress and will be updated as and when more information is gathered.

Jayantibhai is also keen to translate the booklet in English for the younger genaration. On completion it will also be published on the website.

Click here to open Gujarati VadherVani pdf


Vadher (Jan-Kshatriya) Parivar UK, 5 Ormesby Way, Kenton, Harrow HA3 9SE

Copyright © 2019 · All Rights Reserved · Vadher (Jan-Kshatriya) Parivar UK

Send email to vadherbrothersuk@gmail.com with any questions or comments about this web site.